વાડ કનેનો વેલો
ડૉ. ભાવેશ જેતપરિયા
મઝધારેથી નીકળી મોજું કાંઠા પર ભટકાય
પરપોટાઓ વાયુ બળ લઈ ફિણ ફિણ લ્હેકાય
આ બાજુ ઓ બાજુ સમરસ વહેતું આ જલ સજજડ દળતું
અંકાશે બેઠેલી ડગમગ ટગમગ વાદલડીને સાંધી વળતું
સાવ ભાન ભૂલી બપૈયા હોકારે ઝૂલી ખૂલ્લા થાય
મઝધારેથી નીકળી મોજું......
ઝરમરતા રણઝણતા સૂરે શબ્દો ગૂંજી પાતાળ જઇ પડ ખોલે
હરફર વહેતા જાય નજરમાં નૂર પૂરને મનડું તૂંહી બોલે
ભીંતરિયો ચંદરવો ઓઢી વાડ કને જઈ વેલો આકંઠ ગાય
મજધારેથી નીકળી મોજું.....
( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )
No comments:
Post a Comment