Saturday 10 September 2016

ગઝલ

અંધ જગતને હું નહિ આંજું સાંઈ
વેશ નહીં,  વૃતિ  પ્હેરું  છું  સાંઈ

મેલું ઘેલું પણ આ માણસ હોવું
ગંગાનાં  પથ્થરથી  સારું સાંઈ

તોપણ ખાલી ગઈ પોકાર નગરમાં
શ્રધ્ધા   જેવું   સહુએ   દીધું  સાંઈ

પડછાયા બહુ લાંબા લાંબા નીકળ્યા
ઘર છોડ્યું તો  જંગલ વળગ્યું સાંઈ

રસ્તા ઉપર અંતે રાત વીતી ગઈ
અંધારું  ઘરમાં જઈ  સળગ્યું સાંઈ

જવાહર બક્ષી

શોધ કરી ચકમકની, પામ્યો પારસ
યાદ  કરું  તો  સોનું  સોનું  સાંઈ

લે આ વૃતિ પણ સહુ છોડી દીધી
કેવળ  હું  ને  અઢળક હોવું સાંઈ

No comments:

Post a Comment