Thursday, 15 September 2016

અછાંદસ

મોરપીંછને માધવરાય

બસ જોયા કરું
પંથને પગલે
મુરલીના સૂરે
મોરપીંછના અણસારે
ઓ કાન !
મલી યમુના ઘટતટની શાન
ભૂલવું ભાન
મટુકીમાં ગોરસ ભરું
કાન કાન કાન અવાજો કરું
થનક થૈ થૈ ફરું
માથું ઘરું
કયાં ઢૂંઢું 
સવાલ સળવળે
અને
અંતરમનમાં
વીજરવ રણઝણ
ચિનગારી ઝળહળ
સતત રટણા
અખંડ આંખે
ચાતક સમ યાચક
મેઘલશ્યામની
એક જ આશ
તડાક તૂટે બંધન
પાર પેલે તીર
એક શ્રદ્ધાના હલેસે
ભગવા વેશે
મીરાની રીતે
આરત ચિત્તે
અનિમેષ જોયા કરું
યદા તદા સર્વદા
મોરપીંછને માધવરાય.......

ઉષા જાદવ

No comments:

Post a Comment