Saturday, 1 October 2016

ગઝલ

(ગાગા   ,ગાગા  ,ગાગા , ગાગા )

તારા ના  અજવાળે  સૂરજ  ,
      તારે  પણ  ઝળહળવું થૉડું.

મોભા ની  નિશાળૉ  છોડી ,
         હિંસા  સાથે  રમવું  થોડું.

થોડા  માંથી  થોડું  છોડી ,
    આંસુ  પીવું   બળવું  થોડું .

માણસ  માણસ  રમતા  સાથે  ,
          ભઈનું  ખોટું  કરવું  થોડું.

   દૂષણની   શેરીમાં   જીવન ,
         તારે  પણ   વળવું   થોડું.

માટી  માંથી  પેદા  થઈને ,
         માટીમાં  પણ ભળવું થોડું

અમ   ધારેલું  કરવા  કરતા ,
       સૌને  ગમતા  રહવું  થોડું .
     
નીતા પટેલ

No comments:

Post a Comment