Saturday, 1 October 2016

ગઝલ

ઘણાઍ  અધૂરા  બધા     કામ છોડી જવાનું !
ઘણું અઘરું છે દોસ્ત ! આ નામ છોડી જવાનું !

જવાનું થયું છે અચાનક અમારે ક્યાં અકારણ ?
પહેલા ગલી ને પછી ગામ છોડી જવાનું !

સુરાલય, ન મદિરા, ન જામે-મહોબત્ત , રવાની ,
ન પોસાય સાકી મને આમ છોડી જવાનું !

અહીં કોણ હાર્યું ,અહીં કોણ જીત્યું સિકંદર ?
મરણ બાદ ખામોશ ! પૈગામ છોડી જવાનું !

હતી રોજ જાહોજલાલી સમય સાથ વિસ્મય ?
હતું ગુપ્ત ઍ જ સરિઆમ  છોડી જવાનું !

શૈલેશ ચૌહાણ "વિસ્મય"

No comments:

Post a Comment