કોણ વરસાદનું કદ જુએ છે ? કોણ છાંટાનાનિરખે ઠઠારા ?
કોણ જુએ છે રેલાની દાનત ? કોણ જાણે છે ઝીણા મૂંઝારા ?
આ તે ચોમાસું છે કે જુલમ છે ? અમને વાગે છે ઘોંઘાટ વસમો ,
પડતો વરસાદ દાંડીની પેઠે : થઇ જતા સર્વ માણસ નગારાં !
એક વરસાદના અર્થ થાતાં છાપરે છાપરે સાવ નોખા,
ક્યાંક કહેવાય એને અડપલાં ક્યાંક કહેવાય એને તિખારા .
હોત એવી ખબર કે છે આ તો માત્ર છાંટા, નથી કોઈ નાણું,
તો તો વરસાદથી આવી રીતે વ્યર્થ ભરીએ શું કરવા પટારા ?
આવે છાંટા બુકાનીઓ બાંધી, આવે વાછંટ તલવાર લઈને
છે કયો દલ્લો મારી કને કે ધાડ પાડ્યા કરે છે લૂંટારા ?
મારી રોકડ મૂડીમાં તો કેવળ એક ‘ર’ છે, ને ‘મેં’ છે, ને ‘શ’ છે,
બાકી વરસાદના નામે લખીએ આમ હૂંડી, ને કરીએ ગુજારા
– રમેશ પારેખ
No comments:
Post a Comment