Monday, 28 November 2016

ગઝલ

*ભીતરે ધબકાર ધબકે ને છતાં,*
*આયખું બેહાલ છે ને, તું નથી.*
*વિરહી આ રાતે મળે ક્યાં પાંપણો,*
*ધાવ કરતો કાળ છે ને ,તું નથી.*
*બે કિનારા ચાલતાં સાથે સદા,*
*મોજ નો અવકાશ છે ને ,તું નથી.*
*કોયલ ટહુકે વસંત ની યાદ માં ,*
*બે દરદ પાનખર છે ને ,તું નથી.*
*તું મને,અણસાર તો આપે છતાં,*
*મોત ને પળવાર છે ને , તું નથી.*
*મારવા છે ઝાંઝવા જન્મે રણે,*
*જિંદગી રણભાર છે ને, તું નથી.*
              *-નીતિન મહેતા*

No comments:

Post a Comment