ખરી પડેલી લાગણી...! – મીરા જોશી
એક લાગણી નામે પ્રેમ..
હૃદયમાંથી ખરી પડી..!
હૃદયે બહુ ધમપછાડા કર્યા..
આખા શરીરની ક્રિયાઓ રોકી નાખી..!
શરીર પરેશાન.. મન દુઃખી..!
અંતે મન અને શરીર વચ્ચે ઘર્ષણ થયું.
પ્રેમને હૃદયમાં ફરી સ્થાપિત કરવા..
પણ..
આ તો પ્રેમ!
ઈશ્વર વસી જાય હૃદયમાં જરૂરત પડતા..
પણ પ્રેમ..?
પ્રેમને પ્રેમ સિવાય કોઈ હૃદયમાં લાવી શકે..!?
અને હ્રદયને એક બીજો મહેમાન મળ્યો,
ખાલીપણું,
હ્રદયનાં ઊંડાણમાં ધરબાઈ ગયું..
શરીર એ ખાલીપણા સાથે જ જીવી ગયું..
ને આ ધબકતી દુનિયાએ
એની નોંધ સુદ્ધાં ના લીધી..!!!
-મીરા જોશી
No comments:
Post a Comment