Monday, 28 November 2016

ગઝલ

આવે જો પાનખર આ, હું ક્યાં ડરી જવાનો.
જીવન છે ફૂલ માફક, હું પણ ખરી જવાનો.

ફૂલો મહેકશે જો તનની  ઉપર ચઢીને,
ત્યારે શયન હું તનનું એને ધરી જવાનો.

ડૂબું ભલે હું નાના ખાબોચિયામાં ઉતરી,
રોકી આ શ્વાશ મારો, સાગર તરી જવાનો.

યાદોથી ખોતરીને, સહેતો રહું દરદ આ,
આપી મલમ સમય શું, જખ્મો ભરી જવાનો.

આ કાવ્ય આ ગઝલ બસ, મિલકત છે એજ મારી,
સર્જક બધું લખીને, નામે કરી જવાનો.

-ગૌતમ પરમાર "સર્જક",

No comments:

Post a Comment