Wednesday, 30 November 2016

અછાંદસ


સૌપ્રથમ તો..
"જીવવું" ચાલ્યુ'તુ
આપણી વચ્ચે
ત્યાર પછી
"હોવું" આવ્યું...
હોવું
તને ને મને
આપણેમાંથી
ક્યારે
હું અને તું
બનાવી ગયું
જેની આપણને
ખબર પણ ના રહી
       --- જનાર્દન દવે

અંધારું... વધુ પડતું અંધારું
મારી તરફ ચાલતું આવે છે
અને એમાં
તારી તસવીર છે કે તું ખબર નથી
પણ એને જોતો જાગ્યા કરું છું હું
રાતભર
મને લાગે છે હું સંઘરી રાખીશ
તારી તસવીરને...આ અંધારાને ..
પણ સવાર આ બધું પોતાની સાથે
લઈ જાય છે..
હું જોઉં છું...ઉભો થઉં છું..
બેસી જાઉં છું... અને વિચાર આવી ને
જબકે છે આંખ મા..
"ઘણીવાર વધું પડતો પ્રકાશ
આપણને અંધ બનાવી દે છે."
    
                  ----- જનાર્દન દવે

No comments:

Post a Comment