Wednesday, 30 November 2016

૩ કટાક્ષિકા

== ત્રણ લઘુ કટાક્ષિકાઓ ==
(૧)
વિચારોનું પડિકું
ઓશિકા નીચે દબાવી
નિરાંતે સુઈ જવું
કોઈ છોકરીની કેદનો કંદોરો
ઝણઝણે ને વરસાદ વરસે
ત્યારે
ન ન્હાવાની નેમ લેવી
કોઈ અર્થ ખરો?
========
(૨)
સંભારણાં રમતાં હોય
માથાનાં મેદાનમાં
જગ્યા થઇ હોય બે ઇંચ
જડબા વચ્ચે
અમે તો ગાવાના પ્રેમગીત !
ઘરડો થાય વાંદરો પણ
ગુલાંટ મારવાનું ન ભૂલે
કોઈ અર્થ ખરો?
========
(૩)
વસ્તી વધારી
બેરોજ્ગારી
પ્રદૂષણ છે જારી
કોણે કર્યું આ બધું ?
છે ઠોઠ સુધારી
વળી કહે છે
વાંકી છે કરવત ને આરી
કોઈ અર્થ ખરો?
==મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment