કાયમ છૂપાઇ રહેતો, ચહેરો એક આંખોમાં.
થાય સરખામણી તો,નથી એવું કોઈ લાખોમાં.
નયનોમાં વસી મારા, સુકુન એ આપતો,
યાદોમાં હું એના, રાત આખી જાગતો.
ઊડતો હું ઊંચા ગગને,ઝૂરતો એની યાદોમાં.
થાય સરખામણી તો,નથી એવું કોઈ લાખોમાં.
પ્રેમમાં પાગલ બની,આમતેમ ઘૂમતો.
મસ્ત મગન બની,હાથ એના હું ચૂમતો.
ભાન ભૂલી ગયો છું, હું એની મીઠી વાતોમાં.
થાય સરખામણી તો, નથી એવું કોઈ લાખોમાં.
કાયમ છૂપાઇ રહેતો, ચહેરો એક આંખોમાં.
થાય સરખામણી તો,નથી એવું કોઈ લાખોમાં.
.............................ઘનશ્યામ ચૌહાણ (શ્યામ)
No comments:
Post a Comment