Monday, 26 December 2016

गझल

રે...પ્રભુ
ઘડયો તને કુંભારે માટીનો
આપી આકાર તેની કલ્પનાને
બનાવ્યો એક સુંદર દેહ
પીળું પિતાંબરને ખેસ બાંધી
સજ્જ કર્યો તને
હાથમાં બંસરી માથે મુગટ
ને પગમાં પહેરાવ્યા ઝાંઝર તને
હોઠો પર મૃદુ હાસ્ય
ને આંખોમાં આપી ચમક તને
નીરખી તને સૌ..
કંઈક અલૌકિક સુખ પામતાં
તારી એ સોળે શણગાર છબીમાં
સૌએ માન્યો પૂર્ણ તને
પણ મને.......
તારું એ રૂપ
ના લાગ્યું પરીપૂર્ણ
કેમકે મારું હૃદય તેમાં
તારા હૃદય ની ઝાંખી ચાહે
તો હે પ્રભુ......
કર મારી આશા પૂરી
સહૃદય પધારી ઝાંખી દે મને
પૂર્ણ પુરૂસોતમ બનીને તું.

કાજલ કાંજિયા 'ફિઝા'
27/12/2016

No comments:

Post a Comment