ડગલે પગલે હાર્યો છું
જિંદગીમાં ફાવ્યો છું.
કંટકે કંટકે વિંધાયો છું
કોમળ ઘામાં ઘવાયો છું.
વાદળે વાદળે વરસ્યો છું
એક ટીપામાં તણાયો છું.
કૂંપણે કૂંપણે ઉગ્યો છું
એક લીલાશમાં રંગાયો છું.
ટાણે ટાણે તણાયો છું
તો એક પળમાં સચવાયો છું.
માણસે માણસે ભજવાયો છું
નાટક મજાનું છું "નીલ"
આ જિંદગીના જામમાં
એક નશો બની ઠલવાયો છું.
રચના : નિલેશ બગથરીયા
"નીલ"
No comments:
Post a Comment