Tuesday, 10 January 2017

ગઝલ

સવાયો હતો હું,
છવાયો હતો હું.

નહોતી ખબર કે,
પરાયો હતો હું.

હતો મૌન તોયે,
ડઘાયો હતો હું.

કરી મજબૂત છાતી,
ઘવાયો  હતો  હું.

અધૂરી કબરમાં,
લદાયો હતો હું.

કશ્યપ લંગાળિયા "કજલ"

No comments:

Post a Comment