Tuesday, 10 January 2017

ગઝલ

ગઝલ : -  અદા પણ તમારી.
---------------------------------------------

નશીલી અસર છે , અદા પણ તમારી .
નજરથી ઇલાજો ,દવા પણ તમારી.

કહે છે બધા પક્ષીઓ કૈં ચમનમાં,
હવા પણ તમારી ,ઘટા પણ તમારી.
              
છબી આ તમારી ,વસી ગઇ હ્યદયમાં,
ખતા કૈં અમારી , ખતા પણ તમારી .

હસે છે , રડે છે ,રમે છે ,રહે છે ,
હ્રદયમાં મનોહર , છટા પણ તમારી.

ગયા કેમ હારી , ખબર કૈં પડી ના ,
અજબ જીતવાની કળા પણ તમારી.
                
ખુદા માફ કરજો , પ્રણય કાજ ઉરમાં ,
કે બદલી ગઈ છે , જગા પણ તમારી.
                  --   દેવેન્દ્ર  ધમલ

No comments:

Post a Comment