Tuesday, 10 January 2017

ગઝલ


લાગ જોઈને ઘા કરે છે,
એ પણ ઇશ્વર જેવો વ્યવહાર કરે છે.

તરવા લીધી જો મેં નાવ,
તો હવા વારંવાર તકરાર કરે છે.

જાણી લીધી સઘળી વાત,
હવે સમય શાને બરબાદ કરે છે?

નફરત કયાં કરુ છું હું પણ,
ને તું પણ કયાં મને પ્યાર કરે છે!

અસમંજસ માં જ રહયો હું,
ખુદા તું પણ કમાલ પારાવાર કરે છે!

રહે છે જીવનભર ઝંખનાઓ,
માનવી એટલેજ તો એતબાર કરે છે.

પાપપુણ્યના હિસાબો માટે,
માધવ જોને અવતાર ધરે છે.

જ્ઞાન મેળવી આ દુનીયાભરનું,
વર્તનએ ગમાર કરે છે

રોહીત પણ છે પાપી માનવી,
અવતાર વારંવાર ધરે છે.

ગઢવી રોહિત

No comments:

Post a Comment