Tuesday, 10 January 2017

ગઝલ

ગઝલ
કરી લીધું...
આયખાને મરણ કરી લીધું,
મેં જ મારું હરણ કરી લીધું.

આદરી શોધ મારી તારા માં
કેમ તે આવરણ કરી લીધું.

વિશ્વ આખું થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.

જ્યાં પ્રતિક્ષાઓ ધ્વાર ખખડાવે,
અટકળે અવતરણ કરી લીધું.

હું પણાએ તો હદ કરી નાખી,
દુખ તણું મેં સંસ્કરણ કરી લીધું

ફૂલ અને મહેક ની લડાઇએ
ગમતીલું આક્રમણ કરી લીધું.

મહેક થી મસ્ત ગાતા ઝરણાએ,
પૃથ્વી પર અવતરણ કરી લીધું..

જ્યારથી પ્રેમની લિપી ભૂંસી,
ત્યાર થી મન અભણ કરી લીધું.

પુત્ર છું હું વસંતનો "દિલીપ"
"ઘાસ"નું લીલું રણ કરી લીધું..

દિલીપ વી.ઘાસવાલા

No comments:

Post a Comment