*_ગઝલ_*
*_૫ / ૧ / ૨૦૧૭_*
આજ ફૂલો પણ ચમન મા ખીલવા લાગ્યા હવે,
જાણ થઇ છેં કે, તમે પણ આવવા લાગ્યા હવે,
બોલતા ક્યાં આપડે તો એક બીજા સાથ! પણ,
આજ આવ્યાં બાગ મા, ને બોલવા લાગ્યા હવે,
આવતા જોયા ચમનમાં પ્રેમી પંખીડા બધાં,
ને બધાં ફૂલો નશીલા ડોલવા લાગ્યા હવે,
કેટલા સુંદર હતાં ગુલાબ આ સૌ બાગમાં,
જો થયો સંધ્યા સમયને, જૂકવા લાગ્યા હવે,
જે હતાં મારા જ સાથી સાથ મારા એ બધાં,
મોત સામે આવતા, જો ભાગવા લાગ્યા હવે,
*_હર્ષ . " સાથી "_*
No comments:
Post a Comment