*વસંત બની વસ્યા*
વસંત બની વસ્યા
આનંદના થયા વધામણાં
ફોરમ બની ફોરાયા
શ્વાસમાં મારી સમાયા
કેસૂડાના ફૂલો ખીલ્યા
લાગણીઓના અંકૂર ફૂટ્યા
વાસંતી આ વાયરો
છે પ્રેમીઓ નો પડછાયો
આશાઓની થાય ઉજાણી
વસંતની થાવ હું રાણી
કેસરિયો આ કેસૂડો
સૌનો એ લાડકડો
ખેલ્યા અમે બની ઘેરૈયા
જાણે ધરા પર રાધા કનૈયા.
કાજલ કાંજિયા 'ફિઝા '
1/2/2017
No comments:
Post a Comment