....................ગઝલ...................
કરો ના ચેષ્ટા આવી કષ્ટ થાયે છે,
આ કાયા પણ હવે તો ત્રસ્ત થાયે છે.
છે જબરી શક્તિ ગુરુજીના ચરણમાંહીં
કરમ ખોટાં બળીને ભસ્મ થાયે છે.
વધી જાયે છે જ્યારે પણ આ અતિશયતા
પછી હોયે ગમે તે , ધ્વસ્ત થાયે છે.
ન કર હદ થી વધું અભિમાન ઓ માણસ
સમય થાતાં રવિ પણ અસ્ત થાયે છે.
નજર ત્રાંસી કરીને આપનું જોવું,
ઇરાદો આપનો ઐ સ્પષ્ટ થાયે છે
ઉભાં રો' છો તમે આવી અહીં ત્યારે,
નયનમાં વિશ્વ આખું નષ્ટ થાયે છે.
બને એવું ઘણી વેળા ગઝલમાંહી,
શબદ હો દીર્ધ તોયે હસ્વ થાયે છે.
મને છાતીમહીં ડાબી તરફ કાયમ,
દુઃખે છે કેમ? એનો પ્રશ્ન થાયે છે.
સદા તૈયાર છું હું તો તને મળવા,
જિગરમાં રોજ મારા જશ્ન થાયે છે.
"વિજય જાદવ"
09 pm
01-10-2016
No comments:
Post a Comment