Monday, 3 April 2017

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

તાકીને ટહૂકો

તાકીને અવકાશ પછી પંખિડું ગાય છે,
પડઘા એના તોરિલા ખીણમાં પડઘાય છે.

રંગ એનો પાનછલ્લો હીરકચ્ચો લાગતો,
મૂળને સંભાળવા છેક તળ લગી આવતો.
ઘીખેલાં હૈયે ધીંગો સોંસરવો જાય છે.
તાકીને અવકાશ પછી પંખિડું ગાય છે.....

લ્હેરખી સવાર લઈને ડાળખી હલાવતી,
ટહૂકો આભે ઝૂલે વેલ વાડને મલકાવતી.
પાંખમાં સૂર્ય લઈ ઝાકળ ઝીણું થાય છે.
તાકીને અવકાશ પછી પંખિડું ગાય છે....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment