🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
મુઠ્ઠીમાં અજવાસ લઈને
મુઠ્ઠીમાં અજવાસ લઈને ઘોર અંધારે
ડુંગર ચડતા જઈએ એમ લીલાં પાને
અંદર અંદર મૂળને અડતા રહીએ.
અજબ ગજબ છે ખેલ મજાનો વાદળ દદળે સરોવર સરોવર દરિયા વચ્ચે બળતાં જઈએ;
ટીપાં વચ્ચે આકળ વિકળ સૂરજ હીર લઈને
ફૂલ ફૂલની ઉપર ઝાકળ ઠરતાં જઈએ.
ઝળહળ જોવા ભડ બનેલી
ભીત વચાળે છીંડું કરતા રહીએ.
મુઠ્ઠીમાં અજવાસ લઈને ઘોર અંધારે....
બે ધબકારા વચ્ચે ઝીલી અવળાં પગલાં ભરતાં
બેસી ભૂ પર ગગનમાં તીર તાકતાં થઈએ;
બીબે બીજી ભાત યાદની વળી વળી ના ઉપસે
ચકકર લેતું જડબું ફાડી બેઠું:મરી મારતા થઈએ.
નિરાંત લેવા ચાહત કારણ દમદમ લેતા
પિંડ ચલમને ફૂંકતા રહીએ
મુઠ્ઠીમાં અજવાસ લઈને ઘોર અંધારે....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
No comments:
Post a Comment