🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ચાહવું એટલે
હોવું-ખોવું:
નજરથી જોવું
અંદરથી ગમતું ગમતું ખોવું,
વવાઈને પછી ઊગવું,
ફૂલ સમું મ્હેકવું,
ચાહવું એટલે
ત઼઼પવું, જપવું, લપવું,
પછી મલકવું,
એકમેકનું હોવું.
ધૂમ્મસ વચ્ચે
મશાલની જેમ ઝળહળવું.
ચાહવું એટલે
દુ:ખ ખમવું તોય ગમવું
ઝૂઝવું, શોધવું, ધીરજવું,
ભરોસે રહેવું, નિભાવવું, શ્વસવું
ચૂપ ચૂપ એહસાસવું.
ચાહવું એટલે
પરમને પામીને
અાનંદ સાગર તરીને
સુખ સમાધિમાં લીન થવું.
સમગ્ર અસ્તિત્વનું હારીને
ફરી જીતવું.
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
No comments:
Post a Comment