Sunday, 9 April 2017

ગઝલ

માયા

માયા તેં નાર નવોઢા સમ ચ્હેરો મલકાવી દીધો છે ,
ને પાટણ છાંટ પટોળાનો પાલવ સરકાવી દીધો છે .

માયા લાગે કામણગારી , કાયા બેહદ રુપાળી છે ,
લાગે  છે  એણે કાયાને ચાંદો  અથડાવી  દીધો છે  .

માયા  તારી  ઑકાત  નથી શંકરનું તપ ભંગ કરી દે ,
ચોક્કસ આંખોમાં કામણનો ભૂક્કો ભભરાવી દીધો છે .

માયા નાં રસ્તેથી  વાળી  સંતે  કૃપા  ખૂબ  કરી છે ,
જૂઓ સાચો ધોરીમારગ મુજને બતલાવી દીધો છે .

માયા છે બસ ભ્રમણા ભ્રાંતિ સંતે એને સપને ખતવી ,
જગ પર "ચાતક" આવી એણે નુંસ્કો અજમાવી દીધો છે .

ગફુલ રબારી "ચાતક" બારેજા .

No comments:

Post a Comment