પંખી પિંજર મા જોઈ
થયુ લાવ મુક્ત કરુ
ઊંચે આભમાં વિહરતુ જોઈ
મારા મનને થોડું ત્રુપ્ત કરુ
પિંજર ખોલતા જ અચરજ મળયુ
મુક્ત થવાને બદલે એ,
બે ડગલા પાછું વળયુ
ભયનો ફફળાટ એની પાંખોમાં
હૃદય ચીરતી વેદના એની આંખોમાં
આવી બહાર શું કરુ?
આવરદા પહેલા જ મરુ ?
દાણ નથી,પાણી નથી
નથી બચી કોઈ ડાળ
જ્યાં વસાવી શકું હું
મારો સુખી સંસાર
હતા ન હતા થયા છે આ તરુઓ
માણસ ને મન કિમતી ધનના ચરુઓ
આપો જગા થોડી પાંખો ફેલાવવાની
આવે મઝા થોડી અમને પણ ઊડવાની
પૂર્વી બ્રહ્મભટ્ટ
No comments:
Post a Comment