*દોહા-સપ્તક*
મુગટ શોભે મોરપીંછ, હોય મોરલી હાથ ||
શ્યામ વર્ણનાં શ્યામળા, સખી ગોપ સંગાથ ||૧||
રમતાં વનમાં રાસને, ધમાલ બંસી ધૂન ||
તલ્લીન ગોપી તાનમાં, સૂર વહેતાં સૂન ||૨||
કાન્હા નાના કાળિયા, જંગલમાં એ જાય ||
સખા રાખતાં સંગમાં, ગોકુળ ચારે ગાય ||૩||
વિષ ફેલાવે વિષફણી, નાગ કાલિયા નામ ||
ન જાય કો' યમના નદી, દેવા જીવન દામ ||૪||
નાંખી પડતું નીરમાં, લલકારીને લાલ ||
ભીડી બાથ ભૂજામાં, ખેંચી નાંખે ખાલ ||૫||
બંધુ સંગ બલરામનાં, ધસતાં કરવા ધ્વંસ ||
મથુરા ગામ મોસાળે, કચડે મામા કંસ ||૬||
જન્મયાં થૈ લક્ષ્મણ જે, બન્યાં મોટા બલરામ||
ભવનું તો શું ભાખવું, સેવક થઈને શ્યામ||૭||
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Wednesday 31 May 2017
દોહા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment