Wednesday, 31 May 2017

ગઝલ

કોણ કોની આંખમાં રમતું હશે કોને ખબર,
ને પછી અવસાદમાં ઝૂરતું હશે કોને ખબર?

આ સમય તો રેત જેવો છે સરી જાશે તરત,
પણ ક્ષણોમાં  ક્યાંક કોઈ સરતું હશે કોને ખબર?

રેત દરિયો માછલી મૃગજળ અને,
કોણ કોની આંખમાં ડૂબતું હશે કોને ખબર?

છે  નયન તરસી મદિરા ને અધુરો જામ છે,
કોણ આવીને પછી ભરતું હશે કોને ખબર?

યાદ છે ને સાંજ છે  અસબાબ છે રુઆબ છે,
પણ સમયના ચક્ર ને કોણ  કરગરતું હશે કોને ખબર?

કોઈ અંતિમ શ્વાસના અંતિમ છેડે છે"અતીત"
કોઈ શ્વાસોમાં જરી ભળતું હશે કોને ખબર?

વીનું બામણિયા",અતીત"ગોધરા.
30/5/17 -5:45pm

No comments:

Post a Comment