તમે આપો
दिल ,दिलने दिलधडक आपो मने
चाहवानी ऐक झलक आपो मने
तेज लिसोटो करी गायब थउं
वीजली जेवी चमक आपो मने
આપ ગજદળ,અશ્વદળ રાખો અને
કાળી કીડીનુ કટક આપો મને
હે, અલકનંદા ! તમે સંકેતથી
આપની આ લટ -અલક આપો મને
રાજહંસો કઈ તરફ બેઠાં હશે
બાતમી એની બતક આપો મને
ભરત ભટ્ટ
No comments:
Post a Comment