*હઝલ :- "બૈરી મારી અમરીશ પુરી"*
બૈરી મારી મોઢે લાગે અમરીશ પુરી,
ગુસ્સામાં તો જાણે જાગે અમરીશ પુરી,
વીલન સામે હીરો ખાતો ફટકાં કેવાં!!
ઝાડું લઈને પાછળ ભાગે અમરીશ પુરી,
વાસણ ધોતો કેવાં કેવાં સાબૂ લઈને,
આરસનો ચમકારો માંગે અમરીશ પુરી,
બ્યુટીપાર્લર જાણે એનું ઘર પોતાનું,
માથા ઊપર ચશ્માં ટાંગે અમરીશ પુરી,
સા રે ગા મા ગાતાં શીખે કોયલ માની,
તોયે ખોખરી જાણે રાગે અમરીશ પુરી,
ચાહે જેવી હોય 'અકલ્પિત' તોયે મારી,
વ્હાલી વ્હાલી સ્વીટી લાગે અમરીશ પુરી.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Thursday, 29 June 2017
હઝલ
Labels:
ભાવીન દેસાઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment