ઉઠાવુ વાંસળી ને હુ ક્રૃષ્ણ થઈ જાવ
ઓઢ ઓઢણી ને તુ રાધા થઇ જા.
તુ બન ગોપી ને હુ વિરહ થઈ જાવ
ભર કટોરો વિષ નો તુ મીરા થઇ જા.
નિભાવ મિત્રતા ને હુ મિત્ર થઈ જાવ
લઇ ચપટી તાંદુલ તુ સુદામો થઇ જા.
કર હાકલ તો હુ સારથી થઈ જાવ
ઉઠાવ ગાંડીવ તુ અર્જુન થઇ જા.
જગતનાં નિયમ તો બદલાતા રહે સો.પિ
કર ઇબાદત તો અલ્લાહ થઈ જા.
સોલંકી પિયુષ (સો.પિ)
No comments:
Post a Comment