નબીરા
્્્્. ્્્્ ્્્
ડૉ . સત્યમ બારોટ
પ્રેમલોને પ્રેમલી તો .,
ભોગને નામે નબીરા .
પ્રેમનો ધંધો તજી દે .,
ચોરના કામે નબીરા .
ભૂખ આગળ પ્રેમ નાનો .,
રોટલો ધામે નબીરા .
જિંદગી તું વેડફીને ,.
બોલ શું પામે નબીરા .
જેમ આપો તેમ પામો ,.
છે બધું દામે નબીરા .
શ્વાસ કોના કેટલા છે ,.
લેખના કરમે નબીરા .
આ ખુદા કાઈ નથી , જો,.
છે બધું ભરમે નબીરા .
છોડ માનવ દેવની રઢ ,.
ઠામનુ ઠામે નબીરા .
કર નશો જો રામનો , તો .,
તાગ તું પામે નબીરા .
દેખ જીવનમાં નબીરા ,.
મોત છે સામે નબીરા .
્્્ ્્્. ્્્
ડૉ . સત્યમ બારોટ
No comments:
Post a Comment