અક્ષત થૈ ને અક્ષર આવ્યા!
ઝળહળ કેવા અવસર આવ્યા!
કંકૂવરણા રંગો ઉતર્યા,
સંધ્યા રાણી મર્મર આવ્યા!
બારે મેઘા ખાંગા વરસે,
ભાન ભૂલી સદંતર આવ્યા!
હરખપદૂળી જાત થઈ જો,
જાણે જાદૂમંતર આવ્યા!
ચારે કોરે આભા પ્રસરી,
લાગે કો' પયગંબર આવ્યા!
ગડગડ ગાજે વાદળ આભે,
મેઘા થૈ ને જલંધર આવ્યા!
આ તંબૂરી તારો બાજે!
ગેબી ઝીણા કૈં સ્વર આવ્યા!
----------હેમા ઠક્કર "મસ્ત " 27-6-17
No comments:
Post a Comment