Wednesday, 28 June 2017

ગઝલ

ગઝલ

ક્યાં જશું વાત  આ વધારીને,
રાખશું   શીશ  પણ નમાવીને.

કર્ણ જેવી છે જાત મારી આ,
જોઈલો આ  કવચ  હટાવીને.

દૂર  અમથા  જઈને બેઠાં છો !,
શ્યામ   માયા   મને  લગાડીને.

કેમ   છોડી  ગયાં મને  આજે,
પ્રેમની     આગમાં    તપાવીને.

જીવવું થઈ  ગયું  ઉદાસી પણ,
રીઝવી   નહીં   મને  હસાવીને.

કાજલ કાંજિયા "ફિઝા"
29/6/2017

No comments:

Post a Comment