નયનથી અજાણે શરારત થવાની,
નજર એક દીવસ ઈબાદત થવાની
કજલ
આ જોવું, નીરખવું, પરખવું, સમજવું
હૃદય મનની વચ્ચે બગાવત થવાની
શફક
બધા હાથ પર હાથ રાખી શું બેઠા,
તમે માનો છો કે કરામત થવાની?
પ્રશાંત
સમાવું, સજાવું ગઝલ આવડત છે
પ્રણયમાં કદી ક્યાં શરાફત થવાની
આરતીસોની રુહાના
No comments:
Post a Comment