Tuesday, 8 August 2017

અછાંદસ

તપતા આ જીવતારે
શાતા બની મળ્યા છે.
ડુબતો જયારે જીવન ભંવરે
મરજીવા બની મળ્યા છે.
અટકુ જયારે કોઈ રસ્તે
પથ દર્શક બની મળ્યા છે.
ટકરાયો જયારે પથ્થરે પથ્થરે
કોમલતાનું કારણ બની મળ્યા છે.
જીવતરની આ અમાપ રઝળપાટે
એક નિરાંતનો પોરો બની મળ્યા છે.
હર આંસુના ટીપે ટીપે
એ તો સ્મિતના હજાર કારણ બની મળ્યા છે.
જિંદગીની માયાજાળના હર પ્રશ્ને
પરિપૂર્ણ ઉત્તરો બની મળ્યા છે.
મૂકી છે કસોટીઓ ઈશે પળે પળે
બાર બાર એ ઊતીર્ણતાની આશ બની
મળ્યા છે.
કહી શકું છું સારા મળ્યા છે ગર્વ સાથે
મિત્રો સઘળા "નીલ" મને મજાના મળ્યા છે.
      રચના: નિલેશ બગથરીયા
                "નીલ"

No comments:

Post a Comment