Friday, 1 September 2017

ગઝલ

સામસામે બે હરણ બેઠા છે,
આંખમા આંજીને રણ  બેઠા છે.

એકબીજાને છળીને કાયમ,
આજ આભડવા ચરણ બેઠા છે

આંખ્યુની શગનો દીવો પેટાવી,
સામે ગોખે જાગરણ  બેઠા છે.

પારણામા મે સુરજ બુઝાવ્યો,
બારણે આવી ઝરણ  બેઠા છે.

આંખ ખોલીને જુવો, થઈ મેમાન,
પાંગતે આવી મરણ  બેઠા છે.

ક્રોસને ખીલા મગાવી રાખો,
શબ્દ લઈને અવતરણ  બેઠા છે.

શૈલેષ પંડ્યા

No comments:

Post a Comment