Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
ફકત રુમાલ ફરકાવે ! હવા ક્યાં હાથમાં આવે ?
હું શોધું ઊંટના પગલાં કદી રણમાં મળી આવે
શિશુની પગલીઓ વચ્ચે સીધા રસ્તાઓ અટવાવે
આ પરપોટા સમુ જીવન- ને ફૂગ્ગા જેમ ફૂલાવે ?
ઊભો રહીને હું ચાલું છું મને તું કેમ અટકાવે ?
ભરત ભટ્ટ
No comments:
Post a Comment