Friday, 1 September 2017

ગઝલ

ઇશ્કે - હકીકી ગઝલ :-જાગી લઇએ.
-------------------
ચાલો થોડુંક જાગી લઇએ.
સપના નીંદર ત્યાગી લઇએ.

સામેથી ના દેશે કોઈ,
જાતે જઇને માંગી લઇએ.

શત્રું આપણ મનના હો તો ,
મુઠ્ઠી વાળી ભાગી લઇએ.

ઇશ્વર નામે મળવા માટે ,
જીવ - જગત વૈરાગી લઇએ.

સાંભળવાથી જાગે ભગવન્ ,
ઝાલર સમ તો વાગી લઇએ.

વાત 'ધમલ'છેવટની છે એ,
મનથી મન અનુરાગી લઇએ.

           -- દેવેન્દ્ર ધમલ

No comments:

Post a Comment