તારું ખંજર મારુ છે પેટ,
તું છતા પણ કેમ અપસેટ ?
કે ફુલો તો સૌ ધરે છે,
હું ચડાવું શ્ચાસની ભેટ.
શ્ચાસ રેતી થઈ ધખે છે,
હોય રણ કે હોય છે બેટ.
કે હજી ઝાકળ સુતી છે,
સુર્ય થોડું આવે તું લેટ?
ના ઉકેલ્યા કોઈ અક્ષર,
સાવ કોરી જીવની સ્લેટ.
કેટલું ભટક્યા પછી જો,
આંખે થઈ ગઈ છે નદી સેટ.
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment