યાદ છે ....
હજીયે આછું આછું પણ યાદ છે
ખેતરમાં માટીનાં ઢેફામાંથી
ટીવી , , કેમેરા , જીપ વગેરે
બનાવતાં, અને હા પેલી
બોરડી અરરર! બોર બોર કેટલાં
બધાં ! એ રીતે બોર જમાડતી જાણે માં જમાડે !
આજે એ નથી રહી !!
નાનું નાનુ કામ કરતાં કરતાં
સૂરજ માથા પર આવી જતો અને
ઘરેથી ભાત આવી જતું
શું મજા હતી જમવાની ! સાચું હો ખેતરમાં
ભાત સ્વાદિષ્ટ અને વધારે મીઠું લાગતું ,
રોટલા મરચા ,ડુંગળીની વાત ન થાય
એટલા મીઠા !
પછી સૂરજ આથમતો લાલ લાલ થતો દાદાને
જોતાં જોતાં ઘર તરફ , અને દોડતા દોડતાં શેરીમાં
આગળ જ રહેતાં , વળી કોઈ ઝાડ આવે તો બેસતાં ,જ્યારે બધાં અમને પહોંચી જતા તો ફરી દોડતાં ,અને વચ્ચે ઢૂલાનુ ઝાડ ત્યાં મામા બાવસી નમન કરતા આવતા ને જતાં ,
બસ આમજ દોડતા આનંદમા ને આનંદમાં
ઘરના ખોળે આવી પહોચતાં અને સૂરજ દાદા પણ એમના ઘેર ,
થોડી વાર માં તો બધું અદશ્ય થઈ ગયું !
અને બોલાઈ ગયું હો
આજે યાદ છે ....
અંશ ખીંમતવી
No comments:
Post a Comment