*હઝલ*
મોઢું લાગે ચંદા જેવું,
મેકઅપ વગર વંદા જેવું,
દૂધ લેવા નીકળે ત્યારે,
હાવભાવથી ખંધા જેવું,
હસતી ત્યારે પાપડ લાગે,
પેકિંગ ઉત્તરસંડા જેવું,
સાડીનો પાલવ લાગે છે,
ફરકતું કંઈ ઝંડા જેવું,
ડગ માંડતા સાંજ પાડી દે,
આળસ કાશ્મિર ઠંડા જેવું,
પેન્સિલ હીલ ને જીન્સ પ્હેરે,
લાગે રોપ્યા દંડા જેવું,
જાનમ તને દેખી લાગતું,
હાસ્યનાં કોઈ ફંડા જેવું.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Friday, 27 October 2017
ગઝલ
Labels:
ભાવિન દેસાઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment