ગઝલ
રાગ સાચો કાઢવાનું રાખ જીવા.
જાતને પણ જીતવાનું રાખ જીવા.
દુ;ખ તારાં આવશે ભવ સુખ લઈને,
મનભરીને માણવાનું રાખ જીવા.
આવશે મુશ્કેલ ક્ષણ બસ સામનો કર,
ના કદી તું થાકવાનું રાખ જીવા.
હોય દુશ્મન આપણા મળવા જવાનું,
ના કદીયે ભાગવાનું રાખ જીવા.
સો ટકા ઈશ્વર મદદમાં આવશે બસ
ભાવ ગાંઠે બાંધવાનું રાખ જીવા.
- પરમ પાલનપુરી
No comments:
Post a Comment