મને મેળાની લાગે બહુ બીક ,સહિયર મોરી મને મેળાની લાગે બહુ બીક,
ઉમંગોનો દરિયો મેળામાં ઉમટે અને યૌવન હિલોળા ખાય
બાથે ભરવું મારે વ્હાલમના વ્હાલને ,
અને મેળામાં આંખોના જાપ્તા ,
આંખો રમે મારી ચલક ચલાણું,
અને વ્હાલમ રમે સંતાકુકડી
સમજીને થાય નહિ, જગમાં કેહવાય નહિ,વરણાગી વ્હાલમને શાનમાં સમજાય નહિ
વિખેરાયેલો અંબોડો કેમે ય ગૂંથાય નહિ,
મઘમઘતા મોગરાની ફોરમ કળાય નહિ,
રેશમના ઢાળમાં સરક્યું સરકાય નહિ,
મૃગજળ થી હવે તરસ છીપાય નહિ ,
ચઢતું જોબનીયું કેમે ય ઝીલાય નહિ વરણાગી વ્હાલમને પાછું કઈ કેહવાય નહિ
હૃદયનો ધબકારો હવે ચૂકાય નહિ,નજરના જામ પી હવે બેહ્કાય નહિ .
અસ્મિતા
No comments:
Post a Comment