જેમાં પૂરેપૂરો આ સમંદર તણાય છે.
એવો પ્રવાહ પ્રેમનો ક્યાં વહેતો જાય છે?
ચાહું છું એજ કારણે હું સંગ તારો પણ;
સહવાસમાં ફૂલોની મહેંકી શકાય છે
જે નાની અમથી ઠેસથી ટૂટે ઘડી ઘડી;
કુંભાર દ્વારા શું આ હદય પણ ઘડાય છે?
સાગર તો આખો હું તરીને બતાઉ છું
ના જાણે કેમ ઝાંઝવે ડૂબી જવાય છે?
અઘરું છે મારે તો ઘણું 'સર્જક'ને પામવું;
મારાથી સ્વ સુધીય સ્વયં ક્યાં જવાય છે?
-સર્જક
No comments:
Post a Comment