આંગણું જોયા વગર પણ નાચશું…..અમૃત ઘાયલ
આંગણું જોયા વગર પણ નાચશું,
રાચવા મળશે એમા બેશક રાચશું.
જેમ આવ્યા એમ સોંસરવા જશું,
રોકશે મારગ બિચારા કાચ,શું?
નૃત્યને હોતો નથી સ્થળથી સબંધ,
વના વિશે શું?વઘ સ્થળે પણ નાચશું.
જ્યાં ફકત ભ્રમણાંની રમણાં હોય ત્યાં,
સત અસત શું જૂઠ અથવા સાચ શું?
માફ કર ઘાયલ અમે યાચક નથી,
લાંઘશું: કિંતુ કદી ના યાચશું.
No comments:
Post a Comment