શબ્દ સાથે થઇ કલમ, કેવું અદ્ભૂત છે મિલન !
કાગળે ઉતરે ગઝલ, કેવું અદ્ભૂત છે મિલન !
બંધ આંખે ઝરમરે, ઝળહળે છે એ છતાં,
સ્વપ્ન સાથે છે નયન, કેવું અદ્ભૂત છે મિલન !
પાંદડી પર ઝળહળે સૂર્ય થઇ આકાશ જો,
સુણી ઝાકળની અરજ, કેવું અદ્ભૂત છે મિલન !
પર્ણની લીલાશનાં, ડાળ પર ટહુકા ભર્યા,
કલરવે મીઠી તરજ, કેવું અદ્ભૂત છે મિલન !
જે વિચારોની સતત, છું પ્રવાસી હર કદમ,
એ કથાનક ને કથન, કેવું અદ્ભૂત છે મિલન !
પૂર્ણિમા ભટ્ટ 'તૃષા'
No comments:
Post a Comment