ફૂલની આંખોમાં ઉડતું પતંગિયું,
થઈ નશો જો! દિલને ચડતું પતંગિયું.
રંગ અંગે અંગમાં એતો ભરી દે,
કોઈને જો થોડું અડતું પતંગિયું.
આંખ મીંચીને જરા હું વિચારું,
યાદ થઈ આવી પડતું પતંગિયું
કેમ એને રોકશે કોઈ ?બોલો!
જોયું છે કોઈને નડતું પતંગિયું?
ટેરવાને સ્વાદ આવે હજી પણ,
દૂર એને જોવા, જડતું પતંગિયું
-સંદિપ આર. ભાટીયા
No comments:
Post a Comment