Thursday, 14 June 2018

ગઝલ

રક્તદાન !

આપી  દે ભાઈ,  કોઈને  નવું  જીવન,
એજ   સાચી ભક્તિ,એજ સાચું કવન !

તારા લોહીનું એક ટીંપુ,શ્વાસ આપશે,
માનવતાને,  નવો  વિશ્વાસ  આપશે !

ખીલશે  ફરી   કોઈનું   ઘર  ઉપવન,
એજ સાચી  ભક્તિ,એજ સાચું કવન !

યમરાજને  પણ, પાછા  ફરવું  પડશે,
તારું રક્ત જયારે ધમનીઓમાં ફરશે !

ખોળિયામાં  પ્રાણની   આવનજાવન ,
એજ  સાચી  ભક્તિ  એજ સાચું કવન !

તારી ભીતર નવો અવતાર પ્રગટશે,
શક્તિની  પ્રાણપ્રતિષ્ઠા પ્રભુ    કરશે !

સફેદ રણમાં વહેશે ત્યારે મીઠું ઝરણ,
એજ સાચી  ભક્તિ  એજ સાચું કવન !
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment