થોડામાં ઘણું જીવી લેવું છે....હો...
તારી સંગે જીવન વિતાવી લેવું છે...
થોડામાં ઘણું જીવી લેવું છે...હો.....
તારી એક નજર કાજે આકરો તાપ વેઠું
ક્યારનો વેઇટ કરું હું દલડું થાકી બેઠું
તારી કાજે હો...જીવન બિછાવી લેવું છે....
થોડામાં ઘણું જીવી લેવું છે....
ભટક્યા કરું છું રાત દિન તારા વિરહમાં...
જીવડો હાલક ડોલક થાય ખારા રે સમદરમાં
મરતા..મરતા નામ તારું મુખે લેવું છે....
થોડામાં ઘણું જીવી લેવું છે....હો...
તારી સંગે જીવન વિતાવી લેવું છે...
થોડામાં ઘણું જીવી લેવું છે...હો.
અંશ ખીમતવી
No comments:
Post a Comment